Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Fear of death of workers from silicosis in ceramic factories in Than

સુરેન્દ્રનગર : થાનમાં સીરામીકના કારખાનાઓમાં સિલિકોસીસ રોગથી શ્રમિકોના મોતની આશંકા

Timeછેલ્લું અપડેટ : 10 Nov 2024
લાઇવ ટીવીGoogle News
સુરેન્દ્રનગર : થાનમાં સીરામીકના કારખાનાઓમાં સિલિકોસીસ રોગથી શ્રમિકોના મોતની આશંકા

સુરેન્દ્રનગરના થાનમાં થાનમાં 300 જેટલા નાના મોટા સીરામીક ઉદ્યોગના કારખાના આવેલા છે. થાનમાં 300 જેટલા નાના મોટા સીરામીક ઉદ્યોગના કારખાના આવેલા છે. આ કારખાનાઓમાં ફરજ બજાવતા શ્રમિકો અને કર્મચારીઓને સિલીકોસિસ રોગ થતા હોવાથી મોત થતા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી. 

App Store

હેલ્થ ચેકઅપ કેમ્પમાં ગેરરીતિના આક્ષેપ

સીરામીકના આ કારખાનાઓમાં ફરજ બજાવતા શ્રમિકોની સિલિકોસીસ રોગની યોગ્ય તપાસ કરવા માટે માંગ ઉઠી છે.  તંત્ર દ્વારા રોગોનું ચેકિંગ કરવા કેમ્પ યોજવામાં આવી રહ્યો છે, તેમાં પણ ગેરરીતિ કરવામાં આવતી હોવાનો આક્ષેપ લોકો દ્વારા કરવામાં આવ્યો છે. 

આ પણ વાંચો : સુરેન્દ્રનગર પોલીસ નિષ્ફળ, હવે અમદાવાદ LCBએ શરૂ કરી PSI પઠાણના મોતની તપાસ

કારખાનામાં અંદર કામ કરનારા શ્રમિકોનું ચેકઅપ કરવામાં નથી આવી રહ્યું 

આ અંગે થાન શ્રમિક એસોસિએશનના આગેવાન વિપુલભાઈએ જણાવ્યું હતું કે આ કેમ્પમાં કારખાના બહારના શ્રમિકોનું ચેકઅપ કરવામાં આવે છે, પણ જે શ્રમિકો સીરામીકના કારખાનામાં અંદર કામ કરે છે અને જેમના ફેફસામાં સીરામીકનો કચરો જવાથી સિલિકોસીસ રોગ થવાનો ભય છે તેવા શ્રમિકોનું ચેકીંગ કરવામાં આવતું નથી. 

કલેક્ટરને કરાઈ રજૂઆત અને ફરિયાદ

થાન શ્રમિક એસોસિએશનના આગેવાને એ પણ જણાવ્યું કે કારખાનાની અંદર કામ કરનારા શ્રમિકોને લઈને આ કેમ્પમાં ચેકઅપ કરાવવા માટે આવ્યાં તો એમ કદી દેવામાં આવ્યું કે આ શ્રમિકોનું હેલ્થ ચેકઅપ નહીં કરવામાં આવે. આ અંગે કલેક્ટરને પત્ર લખી ફરિયાદ અને રજૂઆત કરવામાં આવી છે.