સુરેન્દ્રનગર પોલીસ નિષ્ફળ, હવે અમદાવાદ LCBએ શરૂ કરી PSI પઠાણના મોતની તપાસ

PSI J.M. Pathan death Case : સુરેન્દ્રનગરમાં સ્ટેટ મોનીટરીંગ સેલ-SMCના PSI જે.એમ.પઠાણના મોતના કેસની તપાસ સુરેન્દ્રનગર પોલીસ કરી રહી હતી. અકસમાત બાદ ટ્રેલર તેમજ ક્રેટા કાર ઘટનાસ્થળેથી ગયાં થઇ ગયા હતા. આ બંને વાહનોનો શોધખોળ માટે સુરેન્દ્રનગર પોલીસની ટીમોએ 40 સ્થળો પરના કેમેરાના CCTV ફૂટેજ એકત્રિત કર્યા હતા, આમ છતાં સુરેન્દ્રનગર પોલીસને સફળતા ન મળતા DGPએ સુરેન્દ્રનગર પોલીસ પાસેથી આ કેસની તપાસ આંચકીને અમદાવાદ પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોંપી છે. અમદાવાદ LCBએ PSI પઠાણના મોતની તપાસ શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો : થાનગઢ ટ્રિપલ મર્ડરના 4 આરોપીઓનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું, જુઓ વીડિયો
PSI જાવેદ પઠાણનું ટ્રેલરથી ટક્કર વાગતા મોત થયું - SP નિરલિપ્ત રાય
સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજવતા PSI જાવેદ પઠાણના મૃત્યુ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલના SP નિરલિપ્ત રાયે નિવેદન આપતા કહ્યું કે 4 નવેમ્બરના રોજ PSI પઠાણને બાતમી મળી હતી કે સુરેન્દ્રનગરમાં દારૂની હેરાફેરી થવાની છે અને 4 ખાનગી માણસોને લઈને રેડ કરવા માટે ગયા હતા. SMCની એક ટીમ રેકી કરતી હતી, જ્યારે બીજી ટીમ વાહનોની ચેકિંગ કરતી હતી. દારૂ ભરેલી ગાડી નીકળે તો તેને અટકાવવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ તે દરમિયાન PSIનું ટ્રેલરથી ટક્કર વાગતા મોત થયું હતું.
બુટલેગરે PSI જે. એમ. પઠાણ પર ગાડી ચડાવી દીધી - નૌશાદ સોલંકી
સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના કઠાડા ગામમાં સ્ટેટ મોનીટરીંગ સેલના PSI જે. એમ. પઠાણના મોત મામલે હવે રાજકારણ ગરમાયું છે. દસાડાના પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ આ અંગે ગંભીર આક્ષેપ કર્યા છે અને કહ્યું છે કે PSI જે.એમ.પઠાણ એક બુટલેગરને ત્યાં રેડ કરવા ગયા હતા અને બુટલેગરે તેમના પર ગાડી ચડાવી દીધી હતી. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણ ભાંગી પડી હોય તે પ્રકારની પરિસ્થિતિ ઉભી થઈ છે. એક તરફ ધર્મના ઝનૂનમાં ગુજરાતને નશામાં રાખવામાં આવે છે. યુવાધન નશામાં બરબાદ થઈ રહ્યું છે.

