Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : Fast and successful disposal of bank cases by mutual understanding in Lok Adalat held at Bodeli Nyay Mandir

VIDEO: બોડેલી ન્યાય મંદિરમાં યોજાયેલી લોક અદાલતમાં પરસ્પર સમજણથી બેંક કેસોનો ઝડપી અને સફળ નિકાલ

Timeછેલ્લું અપડેટ : 12 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ તથા સિવિલ કોર્ટના માર્ગદર્શન હેઠળ બોડેલી ન્યાય મંદિર ખાતે ભવ્ય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં બોડેલી તાલુકાની વિવિધ બેંકોની શાખાઓ સાથે સંકળાયેલા લાંબા સમયથી પેન્ડિંગ કેસો રજૂ કરાયા હતા, જ્યાં પક્ષકારોની સંમતિ અને પરસ્પર સમજણથી અનેક કેસોનો ઝડપી અને સરળતાથી નિકાલ કરવામાં આવ્યો હતો. એડિશનલ ચીફ જજ ઘાસુરા સાહેબ અને એડિશનલ ચીફ જજ જાંબુ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ અદાલતમાં કોર્ટ સ્ટાફ અને વકીલ મિત્રોએ સક્રિય યોગદાન આપી તેને સફળ બનાવી હતી. આ માધ્યમથી લોકોના કિંમતી સમયની બચત થઈ છે અને મોટી સંખ્યામાં નાગરિકોએ કાનૂની માર્ગદર્શન સાથે આ સુવિધાનો ભરપૂર લાભ લીધો છે.

App Store