VIDEO : સરકાર સામે ખેડૂતોનો આરપારનો જંગ, લાલજી દેસાઈએ આપી મોટી ચેતવણી
સોર્સ : GSTV
ઓગણજ ખાતે યોજાયેલી ખેડૂત અધિકાર રેલીમાં ખેડૂત નેતા લાલજી દેસાઈએ ભાજપ સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું છે. લાલજી દેસાઈએ સરકારને સ્પષ્ટ શબ્દોમાં ૧૧ દિવસનું અલ્ટીમેટમ આપતા જણાવ્યું હતું કે, જો સરકાર ખેડૂતોની માંગણીઓ નહીં સ્વીકારે તો ૩૦ જૂનના રોજ રાજ્યવ્યાપી ચક્કાજામ કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે આ લડત માત્ર એક સંગઠનની નથી, તેથી તમામ ખેડૂત સંગઠનોને તેમાં જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે, તેમણે શરત મૂકી છે કે આ આંદોલનમાં કોઈ પણ રાજકીય પક્ષના ખેસ કે ટોપી પહેર્યા વગર ખેડૂત તરીકે જ જોડાવું પડશે.

