મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં મફત અનાજ મેળવનારા પરિવારો 3 ગણા વધ્યા, પરંતુ વિતરણનો જથ્થો ઘટ્યો

અન્ન સુરક્ષા યોજના હેઠળ ગુજરાતમાં મફત રેશન મેળવતા

ગુજરાતમાં મફત અનાજ મેળવનારા પરિવારો 3 ગણા વધ્યા, પરંતુ વિતરણનો જથ્થો ઘટ્યો
આ સમાચાર સાંભળો

અન્ન સુરક્ષા યોજના હેઠળ ગુજરાતમાં મફત રેશન મેળવતા પરિવારોની સંખ્યા ચાર વર્ષમાં ત્રણ ગણી થઈ છે. સરકારે આ અંગે વિગતો જાહેર કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં પાંચ વર્ષમાં આ યોજના હેઠળ 25 લાખ પરિવારોના 1.14 કરોડથી વધુ લાભાર્થીઓને અનાજનું વિતરણ કરાયું છે. જેમાં મુખ્યત્વે 136 લાખ મેટ્રિક ટન ઘઉં, ચોખા અને 3 લાખ મેટ્રિક ટન બરછટ અનાજનો સમાવેશ થાય છે.

લાભાર્થી પરિવારોમાં 3 ગણો વધારો

ગુજરાતમાં ચાર વર્ષ પહેલા અન્ન સુરક્ષા યોજના હેઠળ મફત રેશન મેળવતા પરિવારોની સંખ્યા 3.06 લાખ હતી. જે 2025-26માં વધીને 9.20 લાખ સુધી પહોંચી છે. એટલે કે લાભાર્થી પરિવારોમાં ત્રણ ગણો વધારો થયો છે.

5 વર્ષમાં જથ્થામાં થયો ફેરફાર

ગુજરાતમાં કુલ 39.65 લાખ લોકોને ઘઉં, ચોખા અને બરછટ અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો કુલ ખર્ચ રૂ. 70 કરોડથી વધુ થવા જાય છે. જોકે રાજ્યમાં લાભાર્થી પરિવારોની સંખ્યા ભલે વધી રહી હોય, પરંતુ તેનાથી વિપરીત વિતરણ કરાતા અનાજના જથ્થાનું પ્રમાણ ઘટી રહ્યું છે! પાંચ વર્ષમાં અનાજના જથ્થાના પ્રમાણમાં અઢીથી ત્રણ ગણો વધારો થયો છે.

વિતરણ કરવામાં આવેલો અનાજનો જથ્થો

(આંકડા લાખ મેટ્રિક ટનમાં)

વર્ષ ઘઉં ચોખા બરછટ અનાજ
2021-22 26.91 12.57 —
2022-23 12.66 22.70 —
2023-24 9.20 11.03 1.28
2024-25 10.48 11.35 0.84
2025-26 8.76 10.45 0.88

નોંધ: તમામ આંકડા લાખ મેટ્રિક ટનમાં છે.

અન્ન સુરક્ષા યોજના હેઠળના લાભાર્થીઓ

વર્ષ લાભાર્થી પરિવારો લાભાર્થી લોકો
2022-23 3,06,026 14,48,643
2023-24 5,63,406 25,43,101
2024-25 7,49,252 34,53,403
2025-26 9,20,610 39,65,325

આ સમાચાર શેર કરો