VIDEO: દેવભૂમિ દ્વારકા એસ્સાર જેટી પર કામદાર યુવકનું મોત
સોર્સ : gstv
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયામાં એસ્સાર જેટી પર 42 વર્ષીય કામદાર યુવકનું મોત થતા ચકચાર મચી ગઈ છે. અસગરભાઇ હાજીભાઇ સંધી નામના યુવકનો મૃતદેહ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ માથાના ભાગે ગંભીર ઇજાઓને કારણે મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. મોડી રાત્રે બનેલી આ ઘટનામાં સલાયા મરીન પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી તપાસ હાથ ધરી છે. ઘટનાના કારણો જાણવા પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

