VIDEO: રાજ્યની સૌથી મોટી ઓખા નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન શરૂ, ભાજપ-કોંગ્રેસ-આપ વચ્ચે જંગ
સોર્સ : gstv
ગુજરાત રાજ્યની વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટી એવી ઓખા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આજે વહેલી સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું છે. કુલ નવ વોર્ડમાંથી વોર્ડ નંબર ચારમાં ભાજપની પેનલ અગાઉ જ બિનહરીફ વિજેતા જાહેર થઈ ચૂકી છે, જ્યારે બાકીના આઠ વોર્ડની બત્રીસ બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીયો જંગ જામ્યો છે. મતદાનને લઈને મહિલાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ, સ્થાનિક વિસ્તારોમાં પાણીની પાઇપલાઇન અને રોડ-રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ તથા અનિયમિત પાણી વિતરણને કારણે લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે, જે આ ચૂંટણીમાં મોટો મુદ્દો બન્યો છે.

