VIDEO: દ્વારકાધીશ મંદિરનો વીડિયો વાયરલ, પોલીસની કાર્યવાહી
સોર્સ : gstv
દ્વારકાધીશ જગત મંદિરનો વીડિયો વાયરલ થયા બાદ દ્વારકા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે. મંદિર પરિસરમાંથી વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર શખ્સને પોલીસે ઝડપી લીધો છે. પોલીસ તપાસમાં શખ્સનું નામ વસતાપરા રાહુલ હોવાનું અને તે સુરતથી દ્વારકા આવ્યો હોવાનું સામે આવ્યું છે. રાહુલે અજાણતા મંદિર પરિસરમાંથી વીડિયો બનાવી વાયરલ કર્યો હોવાની કબૂલાત કરી છે. સમગ્ર મામલે દ્વારકા પોલીસે જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

