VIDEO/ ઈરાન-અમેરિકા ક્રોસ ફાયરિંગની ઝપેટમાં આવ્યું ભારતીય વહાણ: સલાયાના યુવાનનું કરૂણ મોત
સોર્સ : GSTV
દેવભૂમિ દ્વારકા: ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ક્રોસ ફાયરિંગના કારણે સમુદ્રમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. દુબઈથી યમન જઈ રહેલું ભારતીય વહાણ ‘MSV અલ ફૈઝે નૂરે સુલેમાની-1’ અંધાધૂંધ ફાયરિંગની ઝપેટમાં આવ્યું હતું. આ હુમલામાં વહાણના એન્જિન રૂમમાં ફરજ બજાવતા સલાયાના રહેવાસી યુવાન અલ્તાફ તાલબ કેર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા બાદ તેમનું મોત નિપજ્યું છે.
વહાણ પર સવાર અન્ય 17 ખલાસીઓને અન્ય એક જહાજ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે અને તેઓ હાલ સુરક્ષિત રીતે દુબઈ પોર્ટ પર પહોંચી ગયા છે. ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિયેશનના સેક્રેટરી આદમ ભાયાનીએ ભારત સરકારને અપીલ કરી છે કે મૃતકનો પાર્થિવ દેહ વહેલી તકે વતન લાવવામાં આવે અને અન્ય ખલાસીઓની ડોક્યુમેન્ટ પ્રક્રિયા પૂર્ણ કરી તેમને તાત્કાલિક ભારત પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવે.

