VIDEO: ખંભાળિયા પાલિકામાં અજાણ્યા શખ્સો મૃત શ્વાન અને માછલા મૂકી ગયા; કર્મચારીઓમાં દોડધામ
ખંભાળિયા નગરપાલિકા કચેરીમાં અજાણ્યા શખ્સ દ્વારા મૃત શ્વાન અને માછલા મૂકી જવાની ઘટનાને પગલે ચકચાર મચી છે. નગરપાલિકાના ચીફ ઓફિસરના ચેમ્બરના મુખ્ય દરવાજા પાસે મૃત હાલતમાં શ્વાન અને માછલા મળી આવ્યા હતા.
અજાણ્યા શખ્સનું કૃત્ય
કચેરીના કર્મચારીઓની નજર મૃત શ્વાન અને માછલા પર પડતાં દોડધામ મચી ગઈ હતી. અચાનક બનેલી ઘટનાને પગલે નગરપાલિકા કચેરીમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અજાણ્યા શખ્સ દ્વારા મૃત શ્વાન અને માછલા કચેરીમાં મૂકવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જોકે, આ મૃત શ્વાન અને માછલા કોણ મૂકી ગયું અને કયા કારણોસર આ કૃત્ય કરવામાં આવ્યું તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી.
ઘટના બાદ નગરપાલિકા કર્મચારીઓમાં પણ આ મામલે ચર્ચા શરૂ થઈ છે. સમગ્ર ઘટનાને લઈને પાલિકા તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. મૃત શ્વાન અને માછલા કચેરી સુધી કોણ લઈ આવ્યું તે જાણવા માટે CCTV સહિતના પુરાવાઓ તપાસવામાં આવી શકે છે.

