VIDEO: અયોધ્યા રામ મંદિર દાન ચોરી મામલે શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીનો આક્રોશ, સરકારને લીધી આડેહાથ
સોર્સ : gstv
અયોધ્યા રામ મંદિરના દાન સંબંધિત વિવાદ વચ્ચે દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે અયોધ્યામાં જે બન્યું તે અયોગ્ય લોકોને જવાબદારી સોંપવાના પરિણામરૂપ છે. શંકરાચાર્યએ આક્ષેપ કર્યો કે સરકાર અને કેટલાક નેતાઓ રામ મંદિરને આસ્થાના કેન્દ્રને બદલે પર્યટન સ્થળ તરીકે જોઈ રહ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે રામ મંદિર રાજનીતિનું નહીં પરંતુ ધર્મનીતિનું કેન્દ્ર છે. મંદિરના સંચાલનમાં ધર્મનિષ્ઠ અને યોગ્ય લોકોની નિમણૂક સાથે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની પણ તેમણે માંગ કરી છે.

