VIDEO: ખંભાળિયામાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીની લહેર
સોર્સ : gstv
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા પંથકમાં વાતાવરણમાં પલટો આવતા વરસાદનું આગમન થયું છે. વરસાદથી મુરઝાઈ રહેલા ઉભા પાકને જીવનદાન મળવાની આશા ખેડૂતોમાં જાગી છે. ખંભાળિયા શહેરના નગરગેટ, જોધપુરગેટ અને સોની બજાર સહિતના વિવિધ માર્ગો પર વરસાદી પાણી ભરાઈ જતાં માર્ગો જળમગ્ન થયા હતા. રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ વરસાદી માહોલને કારણે ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી છે અને સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે.

