VIDEO: જામ ખંભાળિયામાં રાષ્ટ્રગીત અપમાન મામલે કોંગ્રેસ વિરુદ્ધ ભાજપની કેન્ડલ માર્ચ
સોર્સ : gstv
રાષ્ટ્રગીત અને વંદે માતરમના કથિત અપમાનના વિરોધમાં જામ ખંભાળિયામાં ભાજપ દ્વારા ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ વિરુદ્ધ લાલઘૂમ થયેલા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ નગરપાલિકા ગાર્ડનથી નગરનાકા સુધી કેન્ડલ માર્ચ યોજી આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન કોંગ્રેસ વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ભાજપના અગ્રણીઓએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે રાષ્ટ્રગીત અને વંદે માતરમનું કોઈપણ સંજોગોમાં અપમાન ચલાવી લેવામાં આવશે નહીં. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં પક્ષના કાર્યકરો અને નેતાઓ જોડાયા હતા.

