VIDEO: સૌથી અછતગ્રસ્ત દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ, ખંભાળિયા તાલુકામાં વરસાદ
સોર્સ : gstv
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ મહેરબાન થઈને હાજરી નોંધાવી છે. ખંભાળિયા તાલુકાના કેશોદ, વિજલપર સહિતના આસપાસના ગામોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. લાંબા સમયથી વરસાદે વિરામ લેતા ખેતરોમાં પાક સૂકાવા લાગ્યો હતો ત્યારે વરસાદી માહોલ શરૂ થતાની સાથે જ ખેડૂતોમાં નવી આશા બંધાઈ છે. અચાનક શરૂ થયેલા આ વરસાદથી મુશ્કેલીમાં મુકાયેલા અને સૂકાઈ રહેલા પાકને નવું જીવનદાન મળશે. આગામી દિવસોમાં સમગ્ર પંથકમાં સારો અને વ્યાપક વરસાદ વરસે તેવી અન્નદાતાઓ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

