Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Biggest blast in Disha Salian case: CBI registers fir against Uddhav and Aditya Thackeray, earthquake in Maharashtra politics!

દિશા સાલિયાન કેસમાં સૌથી મોટો ધડાકો: CBIએ ઉદ્ધવ અને આદિત્ય ઠાકરે સામે નોંધી FIR, મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ!

Timeછેલ્લું અપડેટ : 14 Sept 2026
લાઇવ ટીવીGoogle News
દિશા સાલિયાન કેસમાં સૌથી મોટો ધડાકો: CBIએ ઉદ્ધવ અને આદિત્ય ઠાકરે સામે નોંધી FIR, મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ!
સોર્સ : gstv

દિવંગત બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સાલિયાનના શંકાસ્પદ મોતની તપાસમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ ઔપચારિક રીતે FIR નોંધી લેતાં મહારાષ્ટ્રના રાજકારણ અને બોલિવૂડ જગતમાં જોરદાર ખળભળાટ મચી ગયો છે. સીબીઆઈની આ નવી FIRમાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર આદિત્ય ઠાકરે સહિત અનેક મોટા રાજકીય નેતાઓ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને બોલિવૂડ હસ્તીઓની ભૂમિકાની તપાસ કરવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મામલામાં ગેંગરેપ અને હત્યાથી લઈને સત્તાના દુરુપયોગ અને પુરાવાઓ સાથે ચેડાં કરવા સુધીના અત્યંત ગંભીર આરોપો સામેલ છે.

App Store

સરકાર અને સરકારી મશીનરીના દુરુપયોગનો ગંભીર આરોપ

CBI દ્વારા નોંધવામાં આવેલી FIR ની વિગતો મુજબ, આ સમગ્ર મામલાને દબાવવા માટે મોટા પાયે સત્તાનો દુરુપયોગ થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. FIR માં સીધો આરોપ મૂકવામાં આવ્યો છે કે આદિત્ય ઠાકરેના પિતા અને તે સમયના તત્કાલીન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તેમજ અન્ય વગદાર લોકોએ કથિત કાવતરું ઘડવામાં અને ત્યારબાદ ઘટના પર પડદો પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સંબંધિત સરકારી કર્મચારીઓ અને પોલીસ અધિકારીઓએ કેસ સંબંધિત સત્તાવાર કાગળો, ફાઈલો અને અન્ય સરકારી રેકોર્ડ્સ નષ્ટ કર્યા કે દબાવી દીધા તે અંગે પણ તપાસ થશે. આ ઉપરાંત, આરોપીઓને બચાવવા માટે સરકારી નાણાં, સરકારી કર્મચારીઓ અને સમગ્ર પોલીસ તંત્રનો ગેરકાયદેસર ઉદ્દેશ્યો માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો કે કેમ તે બાબત પણ સીબીઆઈ તપાસના દાયરામાં છે.

FIR માં તપાસ હેઠળ આવેલા મુખ્ય નામોની યાદી

સીબીઆઈની એફઆઈઆરમાં સ્પષ્ટ જણાવાયું છે કે મુખ્ય ગુનો, ગુનાહિત કાવતરું, આત્મહત્યાની ઉપજાવી કાઢેલી ખોટી વાર્તા ફેલાવવી અને પુરાવા નષ્ટ કરવા બાબતે નીચે મુજબના તમામ લોકોની ભૂમિકાની ઊંડાણપૂર્વક તપાસ જરૂરી છે. જોકે, આ તબક્કે આમાંથી કોઈને સીધા સત્તાવાર રીતે આરોપી ઘોષિત કરવામાં આવ્યા નથી, પરંતુ તપાસ હેઠળ સામેલ કરાયા છે:

SIT અને તપાસ અધિકારીઓની બેદરકારીની પણ ચકાસણી

FIR માં સ્પષ્ટ નોંધવામાં આવ્યું છે કે તે સમયે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ના વરિષ્ઠ સભ્યો તેમજ તે તમામ વરિષ્ઠ પોલીસ અધિકારીઓની ભૂમિકાની પણ સઘન તપાસ થવી જોઈએ, જેમના સીધા સુપરવિઝન હેઠળ આ તપાસ ચલાવવામાં આવી હતી. શું જાણીજોઈને ખોટી દિશામાં પૂછપરછ અને તપાસ કરવામાં આવી હતી? તે ઉપરાંત એવા તમામ અજ્ઞાત લોકો સામે પણ કાર્યવાહી થશે જેઓ આ કથિત અપરાધ આચરવામાં અથવા તેને દબાવવાના પ્રયાસોમાં સામેલ રહ્યા હોય.

પહેલા દિશા અને પછી સુશાંત સિંહ રાજપૂતનું થયું હતું મોત

દિશા સાલિયાનનું મોત જૂન 2020માં મુંબઈમાં થયું હતું અને તેના થોડા જ દિવસોમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના શંકાસ્પદ મોતની ઘટના પણ બની હતી. આ બંને કેસો એકબીજા સાથે જોડાયેલા હોવાની અટકળો લાંબા સમયથી ચાલી રહી છે. હવે સીબીઆઈ દ્વારા આટલા મોટા સ્તરે તમામ પક્ષકારોના નામ સાથે એફઆઈઆર નોંધાતાં મહારાષ્ટ્રના રાજકારણમાં નવો સંગ્રામ શરૂ થયો છે.

સત્તા, બોલિવૂડ અને પોલીસ પ્રશાસનના કથિત સાંઠગાંઠના આ ગંભીર આરોપો વચ્ચે, શું સીબીઆઈ આ હાઈપ્રોફાઈલ કેસના સત્ય સુધી પહોંચીને ન્યાય અપાવી શકશે?

ટોપિક્સ:GSTV NewsGujarati News