Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દેવભૂમિ દ્વારકા : Rain brought life to farmers in Devbhoomi Dwarka district!

VIDEO: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદથી ખેડૂતોના જીવમાં જીવ આવ્યો!

Timeછેલ્લું અપડેટ : 11 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને ગ્રામ્ય વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો છે. ખંભાળિયા તાલુકાના સલાયા, વડાલીયા સિંહણ, ચોખંડા અને સુતારીયા સહિતના ગામોમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. લાંબા સમયના વિરામ બાદ આ મેઘાની એન્ટ્રીથી ધરતીપુત્રોમાં નવી આશા બંધાઈ છે. અતિશય ગરમી અને પાણીની અછતને કારણે સૂકાઈ રહેલા પાકને આ વરસાદથી નવજીવન અને મોટું જીવતદાન મળવાની પ્રબળ સંભાવના છે. દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં આ વરસાદી રાઉન્ડ અમૃતથી કમ નથી. કેમકે ન માત્ર ખરીફ પાક પરંતુ પશુઓ માટે ઘાસચારાની પણ મોટી સમસ્યા ઉભી થઈ હતી.

App Store