VIDEO: લઠ્ઠાકાંડ મામલે દ્વારકા કોંગ્રેસનો વિરોધ
સોર્સ : gstv
ભાવનગરમાં સામે આવેલા લઠ્ઠાકાંડને લઈને સમગ્ર ગુજરાતમાં રોષ અને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે આ સમગ્ર મામલે દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ વિરોધ નોંધાવવામાં આવ્યો છે. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને લઠ્ઠાકાંડ મામલે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. કોંગ્રેસે સમગ્ર લઠ્ઠાકાંડની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેમજ ઘટનામાં જવાબદાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ મૌન પાળી લઠ્ઠાકાંડમાં જીવ ગુમાવનાર મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

