VIDEO: યાત્રાધામ દ્વારકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, જગત મંદિરની 56 સીડીઓ પર સર્જાયો ઝરણાં જેવો નજારો
યાત્રાધામ દ્વારકામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. શહેરમાં ધોધમાર વરસાદ વરસતા વિવિધ માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદના કારણે દ્વારકાના વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
56 સીડીઓ પર આહલાદક દૃશ્યો સર્જાયા
ધોધમાર વરસાદ વચ્ચે જગત મંદિરની 56 સીડીઓ પરથી વરસાદી પાણી વહેતાં ઝરણાં જેવા આહલાદક દૃશ્યો સર્જાયા હતા. 56 સીડીઓ પરથી વહેતા પાણીના મનમોહક દૃશ્યો કેમેરામાં કેદ થયા હતા. આ દૃશ્યો જોવા માટે ભક્તોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.
જગત મંદિરની 56 સીડીઓ પર પાણી વહેતું થતાં કેટલાક શ્રદ્ધાળુઓએ વરસાદી પાણીનો આનંદ માણ્યો હતો. ભક્તો સીડીઓ પર ન્હાતા પણ જોવા મળ્યા હતા. ઝરણાં જેવા બનેલા આ દૃશ્યો શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ભારે વરસાદથી જ્યાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, ત્યાં બીજી તરફ વરસાદના આ મનમોહક દૃશ્યોએ દ્વારકાના ભક્તોમાં ખુશીની લહેર ફેલાવી હતી.

