VIDEO: યાત્રાધામ દ્વારકાના મુખ્ય પ્રવેશદ્વાર અને હાઈવે પર મસમોટા ખાડા પડતાં વાહનચાલકો તથા યાત્રાળુઓ પરેશાન
સોર્સ : gstv
યાત્રાધામ દ્વારકામાં પડેલા સામાન્ય વરસાદે જ સ્થાનિક તંત્રની પ્રિમોન્સૂન કામગીરીના દાવાની પોલ ખોલી નાખી છે. શહેરના મુખ્ય પ્રવેશદ્વાર ગણાતા ઇસ્કોન ગેટ, રબારી ગેટ તેમજ હાઈવે રોડ પર ઠેર-ઠેર મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. દરરોજ હજારો સ્થાનિક વાહનચાલકો અને દેશ-વિદેશથી આવતા દર્શનાર્થીઓ આ રસ્તા પરથી પસાર થાય છે. વરસાદી પાણી ભરાવાને કારણે આ ખાડાઓ અત્યંત જોખમી બની ગયા છે, જેથી નાના-મોટા અકસ્માતનો ભય સતત તોળાઈ રહ્યો છે. તંત્રની ઘોર નિંદ્રા અને બેદરકારી સામે રોષ વ્યક્ત કરતા લોકો હવે સવાલ ઉઠાવી રહ્યા છે કે શું તંત્ર કોઈ ગંભીર અકસ્માત સર્જાયા બાદ જ જાગશે?

