VIDEO: દ્વારકાના ભાણવડમાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન, પાણીમાં ફસાયેલા પ્રવાસીઓને બચાવાયા
સોર્સ : GSTV
ગુજરાતના દ્વારકાના ભાણવડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે એક દિલધડક રેસ્ક્યુ ઓપરેશનની ઘટના સામે આવી છે. ભાણવડના કિલેશ્વર પર્યટન સ્થળ પર આવેલા બે પ્રવાસીઓ ગઈકાલે ધસમસતા વરસાદી પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું
ઘટનાની જાણ થતાં વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. સ્થાનિક વહીવટ અને રેસ્ક્યુ ટીમની ત્વરિત કામગીરીને કારણે બંને પ્રવાસીઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા. આ રેસ્ક્યુ ઓપરેશનના વીડિયો સામે આવ્યા છે, જેમાં ભારે પાણીના પ્રવાહમાં ફસાયેલા પ્રવાસીઓને બચાવવાની ક્ષણો જોવા મળે છે. ભારે વરસાદને કારણે ભાણવડ પંથકમાં પરિસ્થિતિ ગંભીર બની છે.

