VIDEO: Devbhoomi dwarkaમાં ઈંધણની અછતથી ખેડૂતો મુશ્કેલીમાં, પેટ્રોલ પંપો પર ટ્રેક્ટરોની લાંબી લાઈનો
સોર્સ : GSTV
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ડીઝલ અને પેટ્રોલ મેળવવા માટે વાહનોની લાંબી કતારો લાગી રહી છે અને સ્થિતિ ગંભીર બની છે. કલ્યાણપુર તાલુકામાં પેટ્રોલ પંપો પર ટ્રેક્ટરોની લાંબી લાઈનો જોવા મળી રહી છે, જ્યાં ખેડૂતો કલાકો સુધી રાહ જોવા મજબૂર બન્યા છે. ખેડૂતોને જરૂરી પ્રમાણમાં ડીઝલ ન મળતા ખેતી કામગીરીમાં ભારે હાલાકી ઉભી થઈ છે. વરસાદ પહેલા ખેતી કામ માટે ટ્રેક્ટર અને અન્ય સાધનોમાં ઈંધણની તાત્કાલિક જરૂરિયાત હોવાથી મુશ્કેલી વધુ વધી રહી છે. પેટ્રોલ પંપો પર ભીડ અને અછતને કારણે લોકો લાંબી કતારમાં ઊભા રહી પણ પૂરતો જથ્થો મેળવી શકતા નથી. આ પરિસ્થિતિને કારણે ખેડૂતોમાં ભારે રોષ અને નિરાશા જોવા મળી રહી છે. સમગ્ર જિલ્લામાં ઈંધણ સંકટને કારણે ખેતી સહિતની કામગીરી પર ગંભીર અસર પડી રહી છે.

