Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દેવભૂમિ દ્વારકા : Farmers came up with a plan, demanding that Dwarka district be declared drought-hit

VIDEO: ખેડૂતોએ સૌની યોજનાનું બેસણું કર્યું, દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ

Timeછેલ્લું અપડેટ : 18 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની ઘટને કારણે ખેડૂતોની મુશ્કેલી સતત વધી રહી છે. ત્યારે દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે આજે ખંભાળિયા નજીક દ્વારકા-ખંભાળિયા હાઈવે પર ખેડૂતો અને કોંગ્રેસના આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સૌની યોજના મારફતે દ્વારકા જિલ્લામાં પહોંચેલું નર્મદાનું પાણી માત્ર બે દિવસમાં બંધ થઈ જતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અનોખી રીતે નર્મદાના બંધ થયેલા પાણીનું બેસણું રાખી સરકાર સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.  આ ઉપરાંત પાક ધિરાણની વસૂલાતમાં રાહત, વીજ બિલમાં રાહત, પશુઓ માટે તાત્કાલિક પૂરતો ઘાસચારો તેમજ રોજગારલક્ષી રાહત કામો શરૂ કરવાની પણ માંગ કરવામાં આવી હતી.

App Store