VIDEO: Dwarkaના જગત મંદિરમાં 5 વર્ષમાં દાનની આવકમાં વધારો; વર્ષ 2025-26માં ₹22.4 કરોડથી વધુની આવક
સોર્સ : GSTV
દ્વારકાના જગત મંદિરમાં છેલ્લા પાંચ વર્ષમાં દાનની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2025-26માં મંદિરને 22.4 કરોડથી વધુનું દાન મળ્યું હતું, જે વર્ષ 2024-25ના 21.91 કરોડથી વધુ છે. તો વર્ષ 2023-24માં મંદિરને 23.78 કરોડથી વધુનું દાન મળ્યું હતુ. જ્યારે વર્ષ 2022-23માં 19.79 કરોડથી વધુ અને વર્ષ 2021-22માં 13.76 કરોડથી વધુનું દાન મંદિરને મળ્યું હતુ. દ્વારકાધીશ જગત મંદિર ખાતે દેશ-વિદેશથી કૃષ્ણ ભક્તો આવી રોકડ તેમજ સોના-ચાંદીનું દાન અર્પણ કરે છે.

