VIDEO: દેવભૂમિ દ્વારકા: જામ ખંભાળિયામાં ઘાસ ડેપો ખાતે પશુપાલકોની લાંબી કતારો, કોંગ્રેસ નેતા પાલ આંબલીયાની રજૂઆતથી નવા કેન્દ્રો શરૂ કરવાની ખાતરી
સોર્સ : gstv
દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયા તાલુકાના દાંતા ગામે વન વિભાગના ઘાસ ગોડાઉન ખાતે વહેલી સવારથી મોટી સંખ્યામાં પશુપાલકો ઉમટી પડ્યા હતા. સમગ્ર તાલુકામાં માત્ર એક જ ઘાસ કેન્દ્ર હોવા અને અંદાજે ૬,૦૦૦ જેટલા પશુ કાર્ડ સામે અપૂરતા જથ્થાને કારણે પશુપાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘાસ નહીં મળવાથી રોષે ભરાયેલા પશુપાલકોની મુલાકાતે કોંગ્રેસ નેતા પાલ આંબલીયા પહોંચ્યા હતા અને તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી. આ મામલે ઇન્ચાર્જ મામલતદાર વ્યાસ અને પ્રાંત અધિકારીએ તાત્કાલિક ધોરણે વધુ બે નવા ઘાસ કેન્દ્રો શરૂ કરવાની ખાતરી આપી છે.

