VIDEO: જામખંભાળિયામાં ડિલિવરી બાદ માતા-નવજાતનું મોત, પરિવારના ગંભીર આક્ષેપ
સોર્સ : gstv
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયામાં મહિલાની ડિલવરી બાદ માતા-નવજાતના મોતને લઈને પરિવાજનોએ ઠક્કર હોસ્પિટલ સામે ગંભીર આરોપ મુક્યા છે. કોઠા વિસોત્રી ગામના વિજુબેન ભાટુ નામની મહિલાને પ્રસુતિની પીડા થતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા..નવજાત મૃતહાલતમાં જન્મ્યુ અને બાદમાં માતાનું પણ મોત થયું. પરિવારજનોનો આરોપ છે કે, ડિલવરી દરમિયાન મુખ્ય ડોક્ટર બહાર જતા રહ્યાં હતા. અને હોસ્પિટલ સ્ટાફની બેદરકારીના કારણે માતા-બાળકનું મો થયું. હોસ્પિટલ પર મૃતકના સંબંધીઓ પર પહોંચતા મામલો બિચક્યો હતો. આ મામલે મૃતદેહના પોસ્ટમોર્ટમ સાથે પોલીસે પણ તપાસ શરૂ કરી છે.

