દ્વારકા: જામખંભાળિયામાં વેપારીને બાઈક પરથી ધક્કો મારીને શખ્સો રોકડ રકમ લૂંટીને ફરાર

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર આપતો કિસ્સો દ્વારકાના જામખંભાળિયામાંથી સામે આવ્યો છે.મળતા અહેવાલ પ્રમાણે રાજ્યના દ્વારકાના ખંભાળિયામા દુકાન બંધ કરીને પરત ફરી રહેલા વેપારી સાથે લૂંટની ઘટના બની હતી.
શખ્સોએ વેપારીને બાઈક પરથી પછાડ્યો અને લૂંટીને ફરાર
વેપારી દુકાન બંધ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે લૂંટની ઘટના બની હતી. શખ્સોએ વેપારીને બાઈક પરથી પછાડ્યો અને ત્યાર બાદ રકમ લૂંટીને ફરાર થયા હતા.
એલસીબીની ટીમો દ્વારા આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યાં
બેથી વધુ આરોપીઓએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. ખંભાળિયા લોકલ પોલીસ તેમજ ડીવાયએસપી,અને એલસીબીની ટીમો દ્વારા આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યાં છે.

