VIDEO: ખંભાળિયા નગરપાલિકામાં મૃત શ્વાન-માછલા મળતાં ચકચાર
સોર્સ : gstv
ખંભાળિયા નગરપાલિકા કચેરીમાં મૃત શ્વાન અને માછલા મૂકી દેવાતા ખળભળાટ મચી ગયો છે. નગરપાલિકાના ચીફ ઓફિસરના ચેમ્બરના મુખ્ય દરવાજા પાસે અજાણ્યા શખ્સ દ્વારા મૃત શ્વાન અને માછલા મૂકી દેવામાં આવ્યા હતા. મૃત શ્વાન અને માછલા નજરે પડતાં કચેરીના કર્મચારીઓમાં દોડધામ મચી હતી અને થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં પાલિકા કર્મચારીઓએ સ્થળ પર તપાસ હાથ ધરી હતી. મૃત શ્વાન અને માછલા કોણ મૂકી ગયું તે અંગે પાલિકા કર્મચારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

