VIDEO: દ્વારકામાં જન્માષ્ટમી ઉત્સવ-2026ની તૈયારીઓ અંગે કલેક્ટરની બેઠક
સોર્સ : gstv
પવિત્ર યાત્રાધામ દ્વારકામાં આગામી ચાર સપ્ટેમ્બરે ઉજવાનાર જન્માષ્ટમી મહોત્સવની તૈયારીઓ સંદર્ભે જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં લાખો ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને સુરક્ષા, ટ્રાફિક નિયમન, પાર્કિંગ, સ્વચ્છતા અને પીવાના પાણીની સુવિધા સુનિશ્ચિત કરવાના કડક આદેશો આપવામાં આવ્યા છે. જગત મંદિરની આસપાસ મજબૂત બેરીકેટીંગ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ભક્તોની મદદ માટે વિવિધ સ્થળોએ હેલ્પ ડેસ્ક ઉભા કરવામાં આવશે. આ બેઠકમાં ઇન્ચાર્જ ડીડીઓ એચ.પી.જોશી, નિવાસી અધિક કલેક્ટર એમ.વી.દેસાઇ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

