Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દેવભૂમિ દ્વારકા : Big announcement of Ishudan Gadhvi after Khambhaliya Satyagraha

VIDEO: ખંભાળિયાના સત્યાગ્રહ બાદ ઈશુદાન ગઢવીની મોટી જાહેરાત, 2 ઓક્ટોબરે લાખો ખેડૂતો સાથે ગાંધીનગર કૂચનું એલાન

Timeછેલ્લું અપડેટ : 02 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ખંભાળિયામાં દુષ્કાળની ઘોષણાની માંગ સાથે યોજાયેલા સત્યાગ્રહ બાદ આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ આંદોલનના આગામી તબક્કાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે હવે દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહનું બીજું ચરણ શરૂ કરવામાં આવશે અને આ અંતર્ગત ગામે ગામ સત્યાગ્રહ યોજાશે.

App Store

 “ચાલો ગાંધીનગર” કાર્યક્રમ યોજવાની જાહેરાત

ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે રાજ્યના ખેડૂતો પાસેથી દુષ્કાળ રાહતની માંગણીના ફોર્મ ભરાવવામાં આવશે. ગામડાઓમાં ખેડૂતો સુધી પહોંચી તેમની પાસેથી મોટી સંખ્યામાં ફોર્મ ભરાવી સરકાર સમક્ષ દુષ્કાળ જાહેર કરવાની અને ખેડૂતોને રાહત આપવાની માંગ વધુ મજબૂત કરવામાં આવશે. આ ઉપરાંત, ખેડૂતો પાસેથી ભરાવવામાં આવેલા ફોર્મ સાથે “ચાલો ગાંધીનગર” કાર્યક્રમ યોજવાની પણ જાહેરાત કરવામાં આવી છે. ઈશુદાન ગઢવીના જણાવ્યા મુજબ, આગામી 2 ઓક્ટોબરના રોજ લાખો ખેડૂતો ગાંધીનગર ખાતે એકત્ર થઈ સત્યાગ્રહ કરશે.

આ આંદોલનના માધ્યમથી સરકાર સમક્ષ દુષ્કાળ જાહેર કરવાની સાથે ખેડૂતોને જરૂરી રાહત અને સહાય આપવાની માંગ ઉઠાવવામાં આવશે. ખંભાળિયામાં યોજાયેલા સત્યાગ્રહ બાદ ઈશુદાન ગઢવીએ આંદોલનને ગામડાં સુધી લઈ જવાની રણનીતિ જાહેર કરતાં હવે આગામી દિવસોમાં આ મુદ્દે રાજકીય માહોલ ગરમાવાની શક્યતા છે.

આમ, દુષ્કાળના મુદ્દે શરૂ થયેલા સત્યાગ્રહના પ્રથમ તબક્કા બાદ હવે ગામે ગામ જનસંપર્ક, રાહતના ફોર્મ અને ત્યારબાદ ગાંધીનગર ખાતે મોટા પાયે સત્યાગ્રહ યોજવાની રણનીતિ જાહેર કરવામાં આવી છે.