દેવભૂમિ દ્વારકા : ખંભાળિયાના ગામડાઓમાં 8 દિવસથી PGVCLના ધાંધીયા, ખેડૂતો થાંભલા પર ચડી વાયરો રીપેરીંગ કરવા મજબૂર

દેવભૂમિ દ્વારકા જિલ્લા ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં PGVCLના ધાંધીયાથી ખેડૂતો હેરાન થઈ ગયા છે. 8-8 દિવસથી રીપેરીંગ ન થતા હવે ખેડૂતો થાંભલા પર ચડી વાયરો રીપેરીંગ કરવા મજબૂર બન્યાં છે.
ખંભાળિયા તાલુકાના કેશોદ ગામમાં PGVCLના કેશોદ ફીડરમાંથી છેલ્લા સાત દિવસથી વીજ પુરવઠો નથી મળી રહ્યો, જેના કારણે કેશોદ, ઠાકર શેરડી, ભીંડા ગામના ખેડૂતો વીજળી નથી મળી રહી. આ અંગે ખંભાળિયા PGVCL કચેરીએ વારંવાર રજૂઆત કરવા છતાં રીપેરીંગ કરવા કોઈ ફરકતું નથી.

અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ ન આવતા હવે કેશોદ, ઠાકર શેરડી, ભીંડા ગામના ખેડૂતોએ જાત મહેનતથી દિવસ રાત વીજપોલ પર તૂટેલા વાયરો રીપેરીંગ કામ જીવના જોખમે શરૂ કર્યું છે.
આ અંગે જયારે PGVCL કચેરીએ જઈને નિવેદન લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો તારે કોઈપણ અધિકારી કેમેરા સામે કંઈપણ બોલવા તૈયાર નથી.

