VIDEO: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા વિરામ બાદ વરસાદી મહેર, ખેડૂતોના ઉભા પાકને થશે ફાયદો
સોર્સ : gstv
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, જ્યાં જામ ખંભાળીયા અને કલ્યાણપુર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે…. જિલ્લાના ધતુરીયા, લાલપરડા અને લાલુકા સહિતના અલગ અલગ ગામોમાં મેઘરાજાએ સચરાચર હેત વરસાવતા વરસાદી ઝાપટાં પડ્યા હતા. લાંબા વિરામ બાદ થયેલી આ મેઘમહેરથી ધરતીપુત્રોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો છે.... ખેતરોમાં ઊભા પાક માટે આ વરસાદ અમૃત સમાન સાબિત થતાં ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા છે.....છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી અસહ્ય ગરમી અને ભારે બફારા વચ્ચે આ આકસ્મિક વરસાદી ઝાપટાં પડવાથી સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે

