હરિયાણાના પૂર્વ ધારાસભ્યની હત્યામાં મુખ્ય સુત્રધારને મદદ કરનાર આરોપી Dwarkaથી ઝડપાયો

Devbhoomi Dwarka News: હરિયાણાના પૂર્વ ધારાસભ્યની હત્યાની સાજિસમાં ફરાર આરોપીને દેવભૂમિ દ્વારકા S.O.Gએ ઝડપી પાડ્યો છે. હરિયાણાના પૂર્વ ધારાસભ્ય અને તત્કાલીન ભારતીય રાષ્ટ્રીય લોકદળના પ્રમુખ નફેસિંહ રાઠીની ગોળી મારીને જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કેસમાં યુ.કે. બેઈઝડ ઓર્ગેનાઈઝડ કોન્ટ્રાક્ટર કિલિંગ ગેંગના મુખ્ય સૂત્રધાર આરોપી કપિલ સાંગવાન દ્વારા કરવામાં આવી હોવાનું ખુલ્યું હતું.
કપિલ સંગાવન ગેંગના શૂટરો અતુલ સાંગવાન અને નકુલ સાંગવાન દ્વારા આયોજનબદ્ધ રીતે હત્યા કરવામાં આવી હોવાનું જાહેર થયું હતું. આરોપીઓએ હત્યાનો ગુનો આચરી વિદેશ ફરાર થઈ જવા માટે બનાવટી દસ્તાવેજના આધારે નકલી પાસપોર્ટ મેળવ્યા હતા. આરોપીઓને બોગસ પાસપોર્ટ બનાવી ફરાર થવામાં મદદ કરનારામાં વલસાડના સંજાણ બંદર ખાતે રહેતા જાહીર અબ્બાસ કાલીયા નામના 49 વર્ષના શખ્સનું નામ ખુલ્યું હતું. આ આરોપી જાહીર અબ્બાસ દ્વારકા જિલ્લામાં આવ્યો હોવાની બાતમી પરથી દ્વારકા SOG તથા હરિયાણાના એસ.ટી.એફ. દ્વારા ગુપ્ત ઓપરેશન હાથ ધરી આ આરોપીને ફિલ્મી ઢબે ઝડપી લેવામાં આવ્યો હતો.

