Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દેવભૂમિ દ્વારકા : Accident between bike and car on Khambhaliya-Porbandar highway, one dead, one injured

Dwarka news:ખંભાળિયા-પોરબંદર હાઈવે પર બાઈક અને કાર વચ્ચે અકસ્માત, એકનું મોત, એક ઘાયલ

Timeછેલ્લું અપડેટ : 23 Apr 2025
લાઇવ ટીવીGoogle News
Dwarka news:ખંભાળિયા-પોરબંદર હાઈવે પર બાઈક અને કાર વચ્ચે અકસ્માત, એકનું મોત, એક ઘાયલ

Dwarka news: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતોનો સીલસીલો ઘટવાનું નામ નથી લઈ રહ્યો. આટલું ઓછું હોય તેમ માર્ગ અકસ્માતમાં જાનહાનિ પણ વધી રહી છે. જેથી તંત્રની ચિંતામાં વધારો થયો છે. સૌરાષ્ટ્રના મહત્ત્વના એવા ખંભાળિયા-પોરબંદર હાઈવે પર આજે સવારે બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે યુવકો ઈજાગ્રસ્ત થયા હતા. જો કે, બાદમાં એક યુવકનું સારવાર દરમ્યાન મોત થયું હતું. 

App Store

અકસ્માતો માટે સૌથી વધુ કુખ્યાત એવા ખંભાળિયા-પોરબંદર હાઈ-વે પર આજે સવારે પૂરપાટ જતી કાર બાઈક સાથે અથડાઈ હતી. જેમાં બાઈક પર સવાર બે યુવકો પૈકી એકનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે એક યુવકની હાલત નાજુક જણાતા તેને વધુ સારવાર માટે જામનગર રિફર કરાયો. આ ગમખ્વાર અકસ્માતમાં ભાવેશ ગાગા મોકરિયા ઉંમર 44 વર્ષ રહેવાસી ખંભાળિયાનું મોત થયું હતું. જ્યારે રમેશભાઈ વડોલિયા ઉંમર 45 વર્ષ ગંભીર રીતે ઘાયલ થતા જામનગર રિફર કરાયા છે.