Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દેવભૂમિ દ્વારકા : AAP offensive on shortage in Saurashtra-Kutch: Movement continues despite announcement of release of water

VIDEO: સૌરાષ્ટ્ર-કચ્છમાં અછત મુદ્દે આપ આક્રમક: પાણી છોડવાની જાહેરાત છતાં આંદોલન યથાવત

Timeછેલ્લું અપડેટ : 30 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની અછત વચ્ચે દુષ્કાળના સંકટને લઈને રાજકારણ ગરમાયું છે. AAPના નેતાઓ પ્રવીણ રામ, બ્રિજરાજ સોલંકી અને ખેડૂત નેતા પિયૂષ પરમારે પત્રકાર પરિષદ યોજી સરકાર પર આકરા પ્રહાર કર્યા. પ્રવીણ રામે જણાવ્યું કે, ઈસુદાન ગઢવીના અચોક્કસ મુદતના સત્યાગ્રહ બાદ સરકારે સૌની યોજના મારફતે પાણી છોડવાનો નિર્ણય કર્યો છે. તેમના જણાવ્યા મુજબ મચ્છુ-2 ડેમમાંથી વાંકાનેર, જામનગર અને પોરબંદરના જળાશયોમાં પાણી છોડાશે. જોકે, માત્ર જાહેરાતથી ખેડૂતોની સમસ્યા ઉકેલાશે નહીં. આગામી પાંચથી દસ દિવસમાં પાણી ખેતર સુધી પહોંચાડવાની સાથે દુષ્કાળ જાહેર કરવા, મફત ઘાસચારો, વીજ બિલ માફી અને આર્થિક સહાયની માંગ કરવામાં આવી છે. માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી સત્યાગ્રહ ચાલુ રાખવાની ચીમકી અપાઈ છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News