VIDEO: 76 વર્ષીય સકારામ બાપાની દ્વારકા દંડવત યાત્રા, જામનગર પોલીસની કામગીરી પર સવાલો
સોર્સ : gstv
ભગવાન દ્વારકાધીશ પ્રત્યે અખૂટ શ્રદ્ધા ધરાવતા 76 વર્ષીય સકારામ બાપા રાજસ્થાનના અસાડાથી દ્વારકા સુધીની 550 કિલોમીટર લાંબી દંડવત યાત્રા કરી રહ્યા છે. કોઈ જ લાલચ વિના નિસ્વાર્થ ભાવે દરરોજ 5 કિમી કાપીને કરાતી આ તેમની સતત ત્રીજી દ્વારકા યાત્રા છે. જોકે, જામનગરના બેડ પાસે ચોરોએ તેમના 4 લાખથી વધુના માલસામાન અને રોકડની ચોરી કરી હતી. આ મામલે હજુ સુધી કોઈ રિકવરી ન થતાં બાપાએ જામનગર પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ગત 10 ફેબ્રુઆરીથી શરૂ થયેલી આ યાત્રાના 140માં દિવસે બાપા હવે દ્વારકાથી માત્ર 15 કિલોમીટર દૂર છે.

