દ્વારકામાં દબાણ હેઠળ આવતી 1 લાખ 30 હજાર ચો.મી. જગ્યા ખુલ્લી કરવામાં આવી

દેવભૂમિ દ્વારાકા જિલ્લાની દરિયાઈ સરહદ સુરક્ષિત રાખવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે. આ મામલે છેલ્લા બે વર્ષથી દેવભૂમિ દ્વારાકા જિલ્લામાં ડિમોલીશન કરવામાં આવી રહ્યું છે. જેમાં ગઈકાલે પણ મોટા પ્રમાણમાં દબાણો દૂર કરવામાં આવ્યા છે.
અત્યાર સુધીમાં દેવભૂમિ દ્વારકા ટાપુ પરથી 414 રહેણાંક મકાનો, 33 અન્ય બાંધકામો અને 20 કોમર્શિયલ બાંધકામોને દૂર કરાયા છે. દબાણ હેઠળ આવતી 1 લાખ 30 હજાર ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. દ્વારકા નજીકના ટાપુઓ દેશની સુરક્ષા માટે ખૂબ જ મહત્વના છે કેમકે આ ટાપુઓ પાકિસ્તાનથી નજીક હોવાથી રાષ્ટ્રીય સુરક્ષા માટે તે અતિ મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચો : અમેરિકામાં ગેરકાયદેસર રહેતા 33 ગુજરાતીઓની ઘરવાપસી, જાણો પરિવારજનોએ શું કહ્યું
પોલીસની ટીમો દ્વારા પણ પેટ્રોલીંગ સતત કરવામાં આવી રહ્યું છે. મોટા ભાગના દબાણો દૂર કરાયાં છે. આવા ટાપુઓ પર તંત્ર દ્વારા પ્રવેશ બંધીનું જાહેરનામું પણ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત હાઇકોર્ટમાં પણ કેટલાક દબાણકર્તા દ્વારા અરજી કરવામાં આવી હતી, પરંતુ હાઇકોર્ટ દ્વારા આ અરજી ખારીજ કરી દેવામાં આવતા ફરી ગઈકાલે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે.

