VIDEO: ડાંગમાં વન્ય પ્રાણી સપ્તાહ ૨૦૨૬: વન્યજીવ સંરક્ષણ અને પર્યાવરણ જાગૃતિ અંગે વિવિધ કાર્યક્રમો યોજાયા
સોર્સ : gstv
ડાંગ જિલ્લામાં ૧ થી ૮ ઓક્ટોબર દરમિયાન “કનેક્ટીંગ હેબિટ્સ થ્રીવિલિંગ વાઈલ્ડલાઈફ ની થીમ આધારિત વન્ય પ્રાણી સપ્તાહ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.ઉત્તર અને દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ વન્યજીવ સંરક્ષણ અને પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવવાનો છે. ઉજવણી અંતર્ગત ‘સ્નેક રેસ્કયૂઅર્સ મીટ જેવા વિશેષ કાર્યક્રમો તેમજ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું છે. અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો સુધી સંદેશ પહોંચાડવા સ્થાનિક બોલી, લોકકળા અને તમાશા પાર્ટીની લોકશૈલીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

