VIDEO: ફ્રી મૂવી ડાઉનલોડની લિંક મોકલી છેતરપિંડી આચરતા બે ઠગ મહેસાણાથી ઝડપાયા
સોર્સ : gstv
ડાંગની વઘઇ પોલીસે ફેસબુક પર 'ફ્રી મૂવી ડાઉનલોડ'ની લોભામણી જાહેરાતો આપી સાયબર ફ્રોડ આચરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. ઠગોએ ફરિયાદી પાસે મોબાઇલમાં હેકિંગ એપ અને APK ફાઇલ ઇન્સ્ટોલ કરાવીને ફોનનો એક્સેસ મેળવી લીધો હતો. મોબાઈલ હેક કરીને અજાણ્યા શખસોએ ૫૫ હજાર ૫૦૦ની ઓનલાઇન છેતરપિંડી આચરી હતી. આ ઘટનાની ગંભીરતા જોઈ વઘઇ પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને બેંક ટ્રાન્ઝેક્શનના આધારે મહેસાણાના ઊંઝા ખાતે દરોડો પાડી આરોપી રાજ નાઇ અને સંજય ઠાકોરને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ આરોપીઓ સામે ગુજરાત અને ઝારખંડમાં પણ સાયબર ક્રાઈમની ફરિયાદો નોંધાયેલી છે.

