VIDEO: ડાંગમાં મૂર્તિ ખંડિત મામલે માહોલ ગરમાયો
ડાંગ જિલ્લાના ગારખડી ગામના સીતાવન ખાતે ધાર્મિક મૂર્તિઓ ખંડિત કરવાની ઘટના મામલો ઉગ્ર બનતા હવે ખ્રિસ્તી સમાજના આગેવાનો જિલ્લામાં શાંતિ માટે આગળ આવ્યા છે. હિન્દૂ સમાજ દ્વારા આરોપીને પકડી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. ત્યારે હવે જિલ્લામાં ભાઈચારો બની રહે તેમજ શાંતિ સલામતી માટે વીવીધ રાજકીય સંગઠનોના આગેવાનો એકસાથે મળીને કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે. બીટીટીએસ પાર્ટીના પ્રમુખ તેમજ બીએસપીના પ્રમુખ સાથે અન્ય આગેવાનોએ હિન્દૂ સાધ્વી ઉપર ભડકાઉ ભાષણ કરવાના આક્ષેપ સાથે તેમના ઉપર કાર્યવાહીની માંગ કરી છે. સાથે ધાર્મિક મૂર્તિઓ ખંડિત થવાની ઘટનામાં દુઃખ વ્યક્ત કરી જોઈ કોઈ આરોપી પકડાય તો કાર્યવાહી થાય તેવી પણ માંગ કરી છે. ધાર્મિક મૂર્તિઓ ખડિત થવાની ઘટના મામલે પોલીસ તપાસ કરી રહી છે જેમાં હિન્દૂ સંઘટન સહિત તમામ પક્ષ નિષ્પક્ષ તપાસની માંગ કરી રહયા છે, જોકે સાધ્વી યશોદાદીદીએ પણ પડકાર ફેંકી ડાંગ જિલ્લાના સાચા ખ્રિસ્તી હોય તેઓ પ્રમાણપત્ર બતાવી મારી સામે આક્ષેપ કરે તેવું નિવેદન આપતાં મામલો ગરમાયો છે, ત્યારે વાતાવરણ તંગ બને તેવી શક્યતાથી વહીવટીતંત્ર સાબદુ બન્યું છે.

