VIDEO : Dang માં નિર્વિઘ્ને મતદાન કરાવવા તંત્રનો એક્શન પ્લાન, પોલીસ સુરક્ષા વચ્ચે EVM રવાના
સોર્સ : GSTV
ડાંગ જિલ્લામાં આવતીકાલે યોજાનારી ચૂંટણી માટે વહીવટી તંત્ર સજ્જ થયું છે. જિલ્લાના 337 મતદાન મથકો પર શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે 2039 પોલિંગ સ્ટાફ અને 717 પોલીસ જવાનો તૈનાત કરાયા છે. 79 ઝોનલ ઓફિસરોની નિયુક્તિ સાથે પોલીસ સુરક્ષામાં EVM ડિસ્પેચની કામગીરી પૂર્ણ થઈ છે. તંત્રએ આહવા સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ યોજી સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી છે. સમગ્ર ચૂંટણી નિર્વિઘ્ને સંપન્ન કરવા તંત્ર દ્વારા તમામ તૈયારીઓ આખરી ઓપ અપાયો છે.

