VIDEO: સાપુતારામાં બોલાચાલી બાદ મિત્રે જ મિત્રની હત્યા કરી: જૂની અદાવતમાં ૨૭ વર્ષીય યુવકનું મોત
સોર્સ : gstv
ડાંગના ગિરિમથક સાપુતારા ખાતે આવેલ BOB ATM નજીક મોડી રાત્રે હત્યાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. મહારાષ્ટ્રના નાશિકથી ફરવા આવેલા ૬ મિત્રો વચ્ચે મોડી રાત્રે નાસ્તો કરતી વખતે સામાન્ય બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે દરમિયાન કૃણાલ પરદેશી નામના યુવકે ૨૭ વર્ષીય હેમંત સૂર્યવંશી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દીધો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત હેમંતનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક અને આરોપી વચ્ચે અગાઉ ગણપતિ વિસર્જન તેમજ આ વર્ષે ગણપતિના ફાળા બાબતે જૂની તકરાર ચાલતી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

