VIDEO: ડાંગના સાપુતારા મોનસૂન ફેસ્ટિવલમાં પ્રવાસીઓનો ભારે ધસારો, પાર્કિંગના અભાવે હેલિપેડ પર બસો પાર્ક કરવાની ફરજ પડી
સોર્સ : gstv
ડાંગના ગિરિમથક સાપુતારામાં મોનસૂન ફેસ્ટિવલ દરમિયાન શનિ-રવિની રજાઓમાં પ્રવાસીઓનો ભારે પ્રવાહ જોવા મળ્યો છે. જોકે, મુખ્ય પાર્કિંગમાં જ ફેસ્ટિવલનો ડોમ ઊભો કરી દેવાતા વાહનો માટે જગ્યા ન રહેતા પ્રવાસીઓને મોટી હાલાકીનો સામનો કરવો પડ્યો છે….પરિણામે, ખાનગી બસોને હેલિપેડ પર પાર્ક કરવાની ફરજ પડી છે. આ ફૂટપાથ પરના દબાણો અને સ્થાનિક કલાકારોને બદલે ડીજેના ઉપયોગથી પ્રવાસીઓમાં નારાજગી ફેલાઈ છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

