VIDEO: ડાંગ: સીતાવન ખાતે મૂર્તિઓ ખંડિત કરવાની ઘટનાને લઈને હિન્દુ સંગઠનો અને સાધુ-સંતોમાં ભારે રોષ
સોર્સ : gstv
ડાંગ જિલ્લાના ગારખડી ગામના સીતાવન ખાતે અજાણ્યા શખ્સો દ્વારા ધાર્મિક મૂર્તિઓ ખંડિત કરવાની ઘટનાને લઈને હિન્દુ સંગઠનો અને સાધુ-સંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાના વિરોધમાં ગારખડીના હનુમાન મંદિર ખાતે એક વિશાળ સંમેલન યોજાયું હતું, જેમાં ઉપસ્થિત સંતો અને આગેવાનોએ સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ કરી શાંતિપૂર્ણ વિરોધ નોંધાવ્યો હતો. આ પ્રસંગે ડાંગના રાજાએ ચિંતા વ્યક્ત કરી હતી કે અમારા પૂર્વજો હંમેશાં ભાઈચારો અને હળીમળીને રહેતા હતા, ત્યારે વર્તમાન સમયમાં આવી અસામાજિક ઘટનાઓ કેમ બની રહી છે તે સમજાતું નથી. સાથે જ તેમણે સ્થાનિક પોલીસ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ કૃત્ય કરનાર દોષિતોને વહેલી તકે શોધીને કડકમાં કડક સજા કરવામાં આવશે.

