VIDEO: ડાંગ જિલ્લા પોલીસે બરડા ગામે વાડામાંથી રૂ. ૧૫.૪૮ લાખનો ગાંજો ઝડપી પાડી મોટી કાર્યવાહી કરી
સોર્સ : gstv
ડાંગ જિલ્લામાં LCB અને વઘઈ પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને વઘઈ તાલુકાના બરડા ગામમાંથી ગાંજાના વાવેતરનો પર્દાફાશ થયો છે. ગામના હરીભાઈ રડકેશભાઈ રાઠોડના ઘરના પાછળના વાડામાંથી નાના-મોટા કુલ ૧૦ ગાંજાના છોડ મળી આવ્યા હતા.પો ઝડપાયેલા છોડનું કુલ વજન ૩૦કિલોથી વધુ છે, જેની અંદાજિત કિંમત રૂપિયા ૧૫ લાખ ૪૮ હજાર ૪૦૦ થાય છે. આ ડાંગ જિલ્લામાં અત્યાર સુધીનો સૌથી મોટી રકમનો ગાંજાના વાવેતરનો કેસ છે. પોલીસે આરોપી હરીભાઈ રાઠોડની ધરપકડ કરી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

