VIDEO: ડાંગમાં કોંગ્રેસનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
સોર્સ : gstv
ડાંગના આહવામાં જિલ્લા કોંગ્રેસ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કલેક્ટર કચેરી બહાર કોંગ્રેસ કાર્યકર્તાઓએ પોસ્ટર સાથે એકત્ર થઈ સૂત્રોચ્ચાર અને ધરણા યોજ્યા હતા. કાર્યકર્તાઓએ હાથ પર કાળી રિબન બાંધી “વોટ ચોર, ગાદી છોડ” સહિતના નારા લગાવ્યા હતા. વિરોધ દરમિયાન જ્ઞાનેશ કુમારના પૂતળાનું દહન કરી રાજીનામાની માંગ કરવામાં આવી હતી. પૂતળા દહનને રોકવા પોલીસે પ્રયાસ કર્યો હતો, પરંતુ કાર્યકર્તાઓએ વિરોધ ચાલુ રાખ્યો હતો. વિરોધને પગલે કલેક્ટર કચેરી બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

