VIDEO: સાપુતારામાં ગાઢ ધુમ્મસ વચ્ચે કાર વીજપોલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો
સોર્સ : gstv
સાપુતારામાં ગાઢ ધુમ્મસના કારણે કાર અકસ્માતની ઘટના સામે આવી છે. નાગેશ્વર મહાદેવ મંદિર નજીક ઓછી દૃશ્યતાના કારણે એક કાર ધડાકાભેર વીજપોલ સાથે અથડાઈ હતી. કારમાં કુલ ચાર લોકો સવાર હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માત બાદ સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કારમાં સવાર બે લોકો ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હોવાની માહિતી મળી છે. કારમાં સવાર મુસાફરો મહારાષ્ટ્રના હોવાનું પણ જાણવા મળ્યું છે. આ ઉપરાંત તેઓ નશાની હાલતમાં હોવાની ચર્ચા ચાલી રહી છે, જોકે તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. શ્રાવણ માસમાં મંદિરે વહેલી સવારે ભક્તો અને પ્રવાસીઓની અવરજવર રહેતી હોવાથી મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

