VIDEO: ભાઈએ જ ભાઈની હત્યા કરી
સોર્સ : gstv
ડાંગના આહવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાઈ દ્વારા ભાઈની હત્યાની ઘટના સામે આવી છે. ભવાનદગડ વિસ્તારમાં 26 વર્ષીય રણજીત પવાર મજૂરી કામ કરતો હતો, જ્યારે તેનો 28 વર્ષીય મોટો ભાઈ ગજેન્દ્ર પવાર બેરોજગાર હતો. મંગળવારે સાંજે રણજીત મજૂરીથી પરત આવ્યા બાદ જમતી વખતે મોટા ભાઈને કામધંધો કરવા સલાહ આપી હતી. આ બાબતે બંને ભાઈઓ વચ્ચે બોલાચાલી થતાં ગજેન્દ્ર ઉશ્કેરાયો હતો અને મામલો ઉગ્ર બન્યો હતો. આ દરમિયાન ગજેન્દ્રએ નજીકમાં પડેલી કુહાડીથી રણજીત પર હુમલો કર્યો હતો, જેમાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે આરોપીને હથિયાર સાથે ઝડપી લઈ હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

