Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : On the day of Raksha Bandhan in Mehsana, the brother called the sister and left after kidnapping her

VIDEO: મહેસાણામાં રક્ષાબંધનના દિવસે ભાઈએ બહેનને બોલાવી અપહરણ કર્યા બાદ પરત મૂકી ગયા

Timeછેલ્લું અપડેટ : 29 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહેસાણા જિલ્લાના વડનગર ખાતે રક્ષાબંધનના દિવસે લવમેરેજ કરનાર બહેનનું અપહરણ કરવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ૧૪ વર્ષના ભાઈએ બહેનને રાખડી બાંધવાના બહાને વડનગર બોલાવી હતી, જ્યાં કારમાં આવેલા શખ્સોએ તેનું બળજબરીથી અપહરણ કરી લીધું હતું. આ ઘટના બાદ પીડિત પતિ સચિન ઠાકોરે વડનગર પોલીસ સ્ટેશનમાં બહેનના પરિવાર સામે ફરિયાદ નોંધાવી હતી. જોકે, બહેનનું અપહરણ કર્યા બાદ પરિવારે તેને સમજાવીને બીજા જ દિવસે સુખરૂપ પોલીસ સ્ટેશને પરત મૂકી ગયા હતા. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.

App Store