VIDEO: સાપુતારામાં સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું, નયનરમ્ય દ્રશ્યો જોઈ પ્રવાસીઓ ખુશ
સોર્સ : gstv
ડાંગના સાપુતારા ખાતે વરસાદી હેલી વચ્ચે ગિરિકંદરાઓ પર ગાઢ ધુમ્મસની ચાદર પથરાતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા. બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદ બાદ સાપુતારાની લીલીછમ વનરાજી પર સફેદ વાદળોની ચાદર છવાઈ જતા સમગ્ર વિસ્તારનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું.
ખુશનુમા વાતાવરણ અને ઠંડકભરી હવાઓ વચ્ચે પ્રવાસીઓ પણ આ મનમોહક નજારો જોઈને ઝૂમી ઉઠ્યા હતા. અનેક પ્રવાસીઓએ ધુમ્મસથી ઢંકાયેલા ગિરિકંદરા, વાદળો અને લીલીછમ પ્રકૃતિના અદભૂત દ્રશ્યો પોતાના કેમેરામાં કેદ કર્યા હતા.

