VIDEO: પ્રોહિબિશનના ગુનામાં એક વર્ષથી ફરાર વોન્ટેડ આરોપી નાસિકથી ઝડપાયો
સોર્સ : gstv
ડાંગની સાપુતારા પોલીસે એક વર્ષથી વોન્ટેડ આરોપીની મહારાષ્ટ્રના નાસિકમાંથી ધરપકડ કરી છે. ડાંગ લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સાપુતારા પોલીસની સંયુક્ત ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપી શુભમ દિવાનજી પટેલને ઝડપી પાડ્યો હતો. આરોપી સામે સાપુતારા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલો હતો અને તે 2025થી ફરાર હતો. પોલીસે અગાઉ ટ્રકની નંબર પ્લેટ બદલી દારૂની હેરાફેરીના કેસમાં ટ્રકમાંથી 1 હજાર 788 દારૂની બોટલો સહિત 9.68 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

